દ્વિતીય બિલાસ કિયૌ
કીર્તનના શબ્દો
દ્વિતીય બિલાસ કિયૌ શ્યામાજૂ ખેલ સમસ્યા કીની ॥
તાકી મુખ્ય સખી લલિતાજૂ આનંદ મહારસ ભીની ॥૧॥
ચલી સંકેત વિહાર કરન બલિ પૂજા સાજિ સંપૂરન ॥
બહુ ઉપહાર ભોગ પાયસલૈ બાઁહ હલાવત મૂર ॥૨॥
મંદિર દેવી ગાન કરત યશ આય મિલે ગિરિધારી ॥
મનકૌ ભાયૌ ભયૌ સબનકૌ કામ વેદના ટારી ॥૩॥
સ્યામા કૌ શૃંગાર શ્યામ કૌ લલિતા નીવી ખોલી ॥
લીલા નિરખત દાસ રસિકજન શ્રીમુખ સ્યામાબોલી ॥૪॥